ધોડિયા જાતિ-લગ્નવિધી

ઢોડિયા જ્ઞાતિમાં પ્રાચીન સમયમાં છોકરાઓ માટે કન્યાની પસંદગી વડવાઓ અને મા-બાપ કરતા, છોકરાઓને કન્યા જોવાની તક પણ ન મળતી ! આ લગ્નનું ચોકઠું ગોઠવનારને "વહટાળિયો' ઉપનામ અપાતું, આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથા પ્રચલિત છે.

ધોડિયા જાતિ-લગ્નવિધી

ઢોડિયા જ્ઞાતિમાં પ્રાચીન સમયમાં છોકરાઓ માટે કન્યાની પસંદગી વડવાઓ અને મા-બાપ કરતા, છોકરાઓને કન્યા જોવાની તક પણ ન મળતી ! આ લગ્નનું ચોકઠું ગોઠવનારને "વહટાળિયો' ઉપનામ અપાતું, આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથા પ્રચલિત છે.

ધોડિયા જાતિ-લગ્નવિધી

ઢોડિયા જ્ઞાતિમાં પ્રાચીન સમયમાં છોકરાઓ માટે કન્યાની પસંદગી વડવાઓ અને મા-બાપ કરતા, છોકરાઓને કન્યા જોવાની તક પણ ન મળતી ! આ લગ્નનું ચોકઠું ગોઠવનારને “વહટાળિયો’ ઉપનામ અપાતું, આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથા પ્રચલિત છે. “વહટાળિયો’ ઘ્વારા છોકરાના ધરની સ્થિતિ છોકરી પક્ષવાળાને જણાવી વિશ્વાસમાં લેવામાં આવતા, ત્યારબાદ ગામના વડીલો ભેગા મળી છોકરી જોવાની વિધિ પતાવતા. અને પછી છોકરીવાળા છોકરાના ધરે ચાલ્લા વિધિ માટે આવતા. ત્યારે છોકરાના ધરે ઉમરેટો (ધરનો મુખ્ય દરવાજો) ઉપર છોકરાને ઉભો રાખી, ચાલ્લાવિધિ થતી અને છોકરાને કન્યાપક્ષ તરફથી આપવાની થતી ચીજવસ્તુઓ આપવામાં આવતી અને ચોક પૂરવામાં આવે છે, ત્યારબાદ બન્ને પક્ષના વડીલો ધરના ઉખળ (ડાંગર ખાંડવાનું ) ની સામે સામે બેસીને રીતરસમ પૂરી કરતા, જૂના જમાનામાં દારૂ-તાડીની ખાખરના ઝાડના પાનમાં શાક પાડી, દહેજની લેણી-દેણી થતી. દહેજ પ્રથા હવે બંધ થઇ છે. અને લગ્નની તારીખો નકકી થતી. ચાલ્લાવિધિ પ્રસંગે ગવાતું ગીત..

ભાવાઇ સર્વે જમાનામાં લીપણ સારવાઇ ગુઆ !
ભાવાઇ બાહ અતોરા ભાવાઇ આહી અતીરા !

લગ્ન વચ્ચેના સમયમાં કપડાંની ખરીદી કે કંકોતરી ધરે લાવવામાં આવે તે દિવસે ગામની સ્ત્રીઓને બોલાવીને કપડાં-કંકોતરીના ગીતો ગવડાવી વધાવવામાં આવે છે.

પ્રાચીન સમયમાં વર-કન્યાને આઠ-આઠ દિવસ તેલ-હળદર લગાડવાનો રિવાજ હતો, લગ્ન કેટલા દિવસ પછી છે તે દર્શાવવા કાગળ ઉપર કંકુના ચાલ્લા કરી, જે દિવસે હળદર લગાડવામાં આવે તે દિવસે કન્યાના ધરે લગ્ન મોકલવામાં આવે છે આ લગ્ન લઇ જનારાને કન્યા પીઠ પર હળદરના હાથવાળા બે ધબ્બા મારે છે. વર-કન્યાને ખાસ કરીને તેની ભાભી “ઊખળ’ પર બેસાડીને તેલવાળી હળદર લગાડે છે. વર-કન્યા પાસે હળદર લગાડવા પહેલા કૂળદેવતાની પૂજાવિધિ અચૂક કરાવાય છે.

પીઠી લગાડવા સમય ગવાતા ગીતો ….

બગલીઓ ગોવાળિયો કૂણ કૂ ઊવે
બગલીઓ ગોવાળિયો હરીશ ઊવે
બગલી ભઇરા ખેતરમાં જાય,
બગલી દૂધે ભરેલી જાય…
***

હરીશાયેં કૂણ કૂણ હળદી લાવનેરા,
હરીશાયેં મામા-મામી હળદી લાવેનરા,
હરીશાયેં કેણે ર્ગાંવથી મામાહ આવનારા
***

પ્રાચીન સમયમાં અને હમણાં પણ વર-કન્યાને પ્રથમ હળદર મામા-મામી ઘ્વારા ચઢાવવાનો રીવાજ છે. એક કિલો હળદર-તેલ મામા-મામી લાવે છે. છોકરાને હળદર લગાવે તે દિવસ થી જ “આંઢવારિયો’ (અણવર) બનેવીને બનાવવામાં આવે છે.

વર-કન્યાને દેવદર્શને લઇ જતી વખતે ગવાતું ગીત…

ચાલ્યા ચાલ્યા રે દેવને મળેવા
ચાલ્યા ચાલ્યા રે કંસેરી માતાને મળેવા
ચાલ્યા ચાલ્યા રે બરમદેવને મળેવા
ચાલ્યા ચાલ્યા રે માવલીમાતાને મળેવા
***

વર-કન્યાને હળદર ચઢાવ્યા પછી રવઇ અને ડાંગર ખાંડવાના મૂશળ ઘ્વારા મંડપ પાસે વધામણી થાય છે.

ઊડીને ભમરો ઊડી ઊગો રે
જાયને બહેનો તીળી પાર રે ભમરા,
તાણાં તેલ કયાર હેરૂ રા..
લાડ-ખોળે દિનેશમાં વેવા કરી તાર હેરૂં રા !

ખાસ કરીને, મંડપના દિવસે ઢોડિયા જ્ઞાતિની વિધિઓ જોવી ગમશે. મંડપમુહૂર્તના દિવસે સવારે એક થાંભલી “દેશીઆંબો’ અથવા “કાકડો’ ની થાંભલીને અબીલ, ગુલાલ, કંકુ, ઘ્વારા વધાવીને બે કૂ઼ંવારા, બે પરણેંલા ભાઇઓને ટોપી પહેરાવી ઊભી કરવામાં આવે છે. અને પછી બે ભાઇઓના બળદિયા બનાવી, સાગ-સીસમ-આંબો-વાંસ-પીપળાનાં લાંકડા બાંધી ધુસરી બનાવે છે. વર-કન્યાની ભાભી થાળીમાં ચોખાના લાડુ મૂકી, પ્રદશિક્ષા કરી ચાલ્લો કરે છે. ત્યારબાદ પૂર્વ દિશા તરફ બે બળદિયા થોડૂંક આગળ ચાલે છે ત્યારે ચોખાના લાડૂ વડે તેને હળવીપળે મારવામાં આવે છે, બપોરના સમયે બાફીને વાલ ખવડાવવાનો રીવાજ છે.

મંડપના દિવસે સાંજે ગામમાં રહેતા આદિમજૂથના લોકો તોરણ લઇને આવે છે ધણા ગામોમાં રીવાજ હોય છે કે લગ્ન હોય એટલે આદિમજૂથના લોકો તોરણ લઇને હાજર જ હોય ! તેમણે પ્રસંગ અનુસાર દાળ-ચોખા- અને ખાણીપીણીના રૂપિયા આપવામાં આવતા, મામા-મોસાળમાં મામા પક્ષ ઘ્વારા વાંજા-વાજિત્રો લાવવાનો રિવાજ પણ ખરો, તેમને અડધે રસ્તે લેવા જવું પડતું તેમને આવકારવા વર-કન્યા પક્ષવાળા જતાં, પૂજનવિધિ બાદ માંડવે પૂર્વ દિશામાં રોપવામાં આવેલા બે વાંસ અને બાંધેલા તોરણ વચ્ચે મામાપક્ષને ઊભા રાખીને વિધિ આરંભાતી, મામા પક્ષ ઘ્વારા વર-કન્યા માટે અમૂક ચીજવસ્તુઓ લાવવાનો રિવાજ, બાંધવામાં આવેલા માંડવાની થાંભલીઓનું આંબાના પાન બાંધી, અબીલ-ગુલાલ વડે પૂજા વિધિ થાય છે.

સમગ્ર વિધિબાદ રાત્રિના નાચવાની મહેફિલ જામે છે. ખરેખર અદભુત ! લગ્ન પ્રસંગે ઢબુકતા તાલે તાલબધ્ધ નૃત્ય કરતા સ્ત્રી-પુરુષોને જોવાનો લ્હાવો અન્ય સમાજમાં જોવા ન મળ ! તૂર-થાળીના નાદે જુદા જુદા તાલે જુદા જુદા નૃત્યોની રમઝટ જામે છે. ખાસ કરીને જુના સમયમાં વરકન્યાને બારશીંગા બાંધવામાં આવતા હતા. લહેરીયા ગાઇને સ્ત્રી-પુરુષો ખૂબ જ નાચે છે.

તસ્વીરો