ઢોડિયા જ્ઞાતિમાં બાળકજન્મે તેના પાંચમા-છઠ્ઠા દિવસે વિધિ કરવામાં આવે છે જેને પાંચૂરો કે છઠ્ઠી કહે છે. જે જગ્યાઓ સુવાવડ થઇ હોય તે જમીનને લીંપણ લિપી દૂધ વડે ભુમિપૂજન થાય છે. તે દિવસે ગામની સ્ત્રીઓ ભેગી મળીને ધરની વળી કે દોરની ઝોળી (પારણું) બાંધીને રીત પ્રમાણે દાયણો બાળકને તેમાં સુવડાવે છે અને ગીતો પણ ગવાય છે. ખાસ કરીને બાળકના પગના તળિયે કંકુ લગાડીને કાગળ પર તેના પગલાં પાડવામાં આવે છે અને તે દિવસથી તેના વિધિના લેખ લખવાના શરૂ થાય છે એમ માનવામાં આવે છે. બાળકની નામકરણવિધિ ફોઇના હાથે થાય છે, ગામની સ્ત્રીઓને ભોજન પણ કરાવાઇ છે. બાળકને કપડાં પહેરાવવાની શરૂઆત પણ આ દિવસથી થાય છે. ઢોડિયા સમાજમાં અગાઉ જે દિવસે બાળક જન્મે તે દિવસ આધારિત નામકરણ થતું. દા.ત. સોમવાર હોય તો, સોમો…વગેરે
- +91 70168 50065
- |
- southgujaratadivasi@gmail.com