ધોડિયાઓ ધોડિયા કે ધોડફી નામની ભાષા બોલે છે, જેમા ગુજરાતી, મરાઠી અને કોકણી ભાષાઓના શબ્દોનો ઉપયોગ થયેલો છે. તે માટેનુ સંભવિત કારણ તેમના બે રાજ્યોની સરહદ પરના ભૌગોલિક સ્થળ જ હોઇ શકે. મોટા ભાગના ધોડિયાઓ ગુજરાતી બોલે છે અને થોડા હિન્દી પણ બોલે છે. તેમનામાંથી ખોબા જેટલા લોકો, જે શહેરોમાં ઉછર્યા છે, તે લોકો અંગ્રેજી પણ બોલે છે. જેમ જેમ સામાજિક અને આર્થિક કારણસર સમાજ સાથે જોડાય જવાની જરૂર વધે છે, તેમ તેમ આપણી ભાષાને બચાવવાનો મોટો પ્રશ્ન પણ ઉભો થાય છે. જેવુ પહેલા કહેવાયુ છે કે ધોડિયા ભાષા એ જાણીતી ભાષા નથી કે સાચી રીતે બોલાતી નથી, તે એક વાર્તાલાપ કરવાની રીત છે જે આપણા ધોડિયા સમાજમા વપરાય છે. ‘ધોડિયા બોલી’ ઉપર કેટલાક અનુસંધાન પણ સાહિત્યના વિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવ્યા છે. શ્રીમાન મન્છારામ પટેલે સાચુ જ કહ્યુ છે “કોઇ ભાષા-શાસ્ત્રીએ આપણી ભાષાના ભાષાકોષો, વ્યાકરણ લખી નાખવા જોઇયે નહી તો ૧૫ વર્ષ પછી આપણી ભાષા સાંભળવા પણ નહી મળે”
આપણા કુટુંબના વડીલો, જે લોકો આપણી ભાષા બોલે છે તેમણે અમને ઘણી મહિતી આપી જેમ કે વર્તમાન સમયમા જે બોલાય રહ્યુ છે તે તેમના યુવાનીના સમયમા કંઈક અલગ જ બોલાતુ હતુ. તેનાથી પણ આપણા વાર્તાલાપની મુખ્ય રીત જે આજના દિવસોમા ગુજરાતીથી અસર પામેલી છે, તેના સંપર્કમા આવાવા માટે મદદ મળી. “અમે આપણા પૂર્વજોના મૂળ તરફ આગળ વધી રહ્યા છે અને કેટલાક અજાણ્યા સ્ત્રોતો તરફથી માહિતી પણ છે જે પહાડોની વચ્ચે રહેતા લોકોના એક સમુહના રીતિ-રિવાજોની સામ્યતાનો પુરાવો છે.”
ધોડિયા ભાષાનુ મુળ –
અમને મળી શકેલી માહિતી પરથી ‘ભીલી’ ભાષા ધોડિયા ભાષાનુ મુળ છે. ઇતિહાસના શોધકોના અનુસંધાનો ઉપરથી જાણવા મળે છે કે ભીલી ભાષા આર્યોના સમય પહેલા હતી અને તેમના પ્રમાણે ‘ભીલી’મા દ્રવિડિયન અને મુન્ડાના અંશો છે. ભલે પાછળથી ‘ભીલી’ પર આર્યોની ભાષાની અસર થયેલી હતી, પણ તેમ દ્રવિડિયન અને મુન્ડા ભાષાના અંશો રહેલા જ છે. કેટલાક લોકો દ્વારા કરવામા આવેલા ધોડિયા ભાષાના અભ્યાસ પરથી તેમા ઇન્ડો-યુરોપિયન અને આર્યોની ઇન્ડો-ઈરાનિયન શાખાના અંશો જણાય છે.