પ્રારંભિક ધોડિયાઓનો ધર્મ

પ્રારંભિક ધોડિયાઓને તેમનો અલગ પ્રકારનો ધર્મ હતો જેમા તેઓ તેમના ભગવાન અને કુળદેવતાઓને વ્યક્તિગત પૂજતા હતા. સામાન્ય રીતે એક વ્રુક્ષ - 'ગામ દેવતા'નો નિવાસ, તે મંદિર છે. પત્થરના અલગ અલગ ટુકડાઓ જુદા જુદા ગામના દેવતાઓ અને માન્યતાઓને દર્શાવે છે.

પ્રારંભિક ધોડિયાઓનો ધર્મ

પ્રારંભિક ધોડિયાઓને તેમનો અલગ પ્રકારનો ધર્મ હતો જેમા તેઓ તેમના ભગવાન અને કુળદેવતાઓને વ્યક્તિગત પૂજતા હતા. સામાન્ય રીતે એક વ્રુક્ષ – ‘ગામ દેવતા’નો નિવાસ, તે મંદિર છે. પત્થરના અલગ અલગ ટુકડાઓ જુદા જુદા ગામના દેવતાઓ અને માન્યતાઓને દર્શાવે છે. તેવા જ એક ધોડિયા ગામના ‘ગામ દેવતા’ બાજુમાં દર્શાવેલ છે.

કાપણી અને મહત્વના તહેવારોના સમયે ગામ દેવતાના સ્થળે બાધા રાખવામા આવે છે. સ્થાનિક ભગત (પૂજારી) ને કોઇક વાર પૂજા માટે આમંત્રણ આપવામાં આવે છે. તેમ છતા, મોટે ભાગે કુટુંબના મુખ્ય / વડીલો પૂજા કરે છે.

ભુતડા અને ખતરા પણ વ્યાપક રીતે મનાય છે.

અન્ય ધોડિયા માન્યતા એ છે કે દરેક કુટુંબે કુળદેવતા અથવા બ્રમ્હદેવની મુલાકાત લેવી જ જોઇએ. દરેક કુટુંબને અલગ કુળદેવતા હોય છે.

મોટા ભાગના ધોડિયાઓ ‘કનસારી’ કે ‘કંસેરી’ (અન્નદેવી) ને માને છે. વાર્ષિક કાપણીના સમયે ‘કંસેરી’ ઉજવે છે. ‘કંસેરી’ એટલે કે ‘અન્નપૂર્ણા કે ઉમિયામાતા’. પત્થર એ ધાર્મિક શક્તિના બાહ્ય સ્વરૂપો છે જે અને બધા જ ધોડિયા ઘરોમા મળી આવે છે.

ધોડિયાઓ ‘માવલી’ નામની દેવીને પણ પૂજે છે.

નવા લગ્ન સમયે ગામ દેવતા, કુળદેવતા, કંસેરી અને માવલીના આશીર્વાદની જરૂર રહે છે.

હિન્દુત્વ

પહેલાના સમયમાં, આજુબાજુના હિન્દુ સમાજના સંપર્કના લીધે, ઘણા ધોડિયાઓએ હિન્દુ દેવોને સ્વીકાર્યા અને ધીરે ધીરે પોતાને હિન્દુ કહેવા લાગ્યા. આજના સમયમાં, મોટા ભાગના ધોડિયાઓ હિન્દુ ધર્મ પાળે છે અને હિન્દુ તહેવારો ઉજવે છે જેમા દિવાળી, હોળી, રક્ષાબંધન અને નવરાત્રિનો સમાવેશ થાય છે.

જુદા જુદા સંપ્રદાયો સાથે વધતા જતા સંપર્કના લીધે, ઘણા ધોડિયાઓએ મોક્ષમાર્ગી, સનાતન ધર્મ, સ્વામિનારાયણ, આસારામ બાપુ અને અન્ય ઘણા સંપ્રદાયો સ્વીકાર્યા છે. આ સંપ્રદાયોની ઘણી વ્યાપક અસર છે અને ધોડિયા જીવનશૈલીને ઘણી રીતે બદલી છે તથા જુના સાંસ્ક્રુતિક રિવાજોને પણ બદલ્યા છે. પરંપરાગત આદિવાસી સંસ્ક્રુતિ ધીરે ધીરે હિન્દુ અનુયાયીઓ વધારવામા વિખરવા લાગી છે.

હિન્દુત્વ આદિવાસીઓને કોઇ વર્ગ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર) મા ગણતો નથી. જ્યારે આદિવાસીઓ પોતાને હિન્દુ ગણે છે ત્યારે મોટા ભાગના હિન્દુઓને ગમે છે પણ સામાજિક એકતાની વાત આદિવાસી છોકરા/છોકરીના લગ્ન સમયે આવે છે. આદિવાસીઓને હજુ પણ અન્યજાતિના ગણવામાં આવે છે અને સ્વીકાર્વામાં આવતા નથી. (ઉપરાંત તે જાતિઓમાં પણ જેમા આંતરજાતિના લગ્ન માન્ય છે)

ખ્રિસ્તીધર્મ

ખ્રિસ્તી મિશનરીઓના સંપર્કના લીધે, થોડા ધોડિયાઓએ ખ્રિસ્તીધર્મ સ્વીકાર્યો છે, તેમ છતા ખ્રિસ્તી ધોડિયાઓની સંખ્યા ઘણી ઓછી છે અને મોટા ભાગે બધા હિન્દુધર્મ જ પાળે છે.

તસ્વીરો