વલસાડ તાલુકા ના દુલસાડ મુકામે મહારક્તદાન કેમ્પ યોજાયો 152 યુનિટ રક્તદાન મેળવ્યું.

વલસાડ તાલુકા ના દુલસાડ મુકામે મહારક્તદાન કેમ્પ યોજાયો 152 યુનિટ રક્તદાન મેળવ્યું.

વલસાડ તાલુકાના દુલસાડ મુકામે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન શિબિર યોજાઈ જેમાં દુલસાડ તથા આજુબાજુના ગામના રક્તદાતાઓના સહયોગથી રેકર્ડ 152 યુનિટ રક્તદાન ભેગુ કરવામાં આવ્યો.

મહારક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા, ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ,પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા, રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ આર્કિટેક્ટ કૃષીત શાહ , ડૉ.હેમંત પટેલ સાઈનાથ હોસ્પિટલ તથા બાબુભાઈ વરથાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું.

RAINBOW WARRIORS DHARAMPUR ની અનોખી પરંપરા મુજબ ગામની વિશેષ સિદ્ધિ મેળવેલી દીકરીઓ ડૉ. જીજ્ઞાબેન મેહુલભાઈ પટેલ , ડૉ.સંધ્યાકુમારી ઉમેશભાઈ પટેલ (M.D રેડિયોલોજિસ્ટ), કુ. હેતલ પરમાર (એમેઝોન કંપની ગ્રુપ મેનેજર) તથા કુ.આયુષી શૈલેષભાઈ પટેલ (વોલીબોલ ખેલાડી)નું હિતેનભાઇ ભૂતા , અલ્પાબેન ભૂતા તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે ચાંદીના મેડલ તથા પુષ્પછોડ આપી સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સાકાર વાંચન કુટીરના વાચકો સરકારી નોકરી મેળવનાર વૈભવ રતિલાલ પટેલ (જી. ઈ. બી), પ્રીતિબેન ઠાકોરભાઈ પટેલ (જ્ઞાન સહાયક), હેમિષાબેન દિલીપભાઈ પટેલ (જ્ઞાન સહાયક), આનંદભાઈ ચીમનભાઈ પટેલ (ડે. સેકશન ઓફિસર), જીગ્નેશભાઈ બાબુભાઈ પટેલ (ડિપાર્ટમન્ટ ઓફ પોસ્ટ), ભૂમિકભાઈ અનિલભાઈ ગરાસિયા (ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ)નું ચાંદીના મેડલ આપી સન્માન કરવામાં આવ્યું. સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા તથા પરિવારજનો તરફથી દુલસાડ બ્રાન્ચ પ્રાથમિક શાળાના 94 વિદ્યાર્થીઓને 1 જોડી ગણવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે હિતેનભાઈ ભૂતા, અલ્પાબેન ભૂતા, ભાવિસભાઈ ભૂતા, પાર્થિવ મહેતા, કૃશિત શાહ બાબુભાઈ વરથા, મહેશભાઈ ગરાસિયા, પુખરાજ અગ્રવાલ (B.R. ઇન્ટર નેશનલ ખારવેલ), રાજેશભાઈ પટેલ (સરપંચ ખારવેલ), કમલેશભાઈ પટેલ (આદિવાસી એકતા પરિષદ ધરમપુર), પ્રકાશભાઈ સુરતી, રજનીભાઈ પટેલ (સરપંચ મરઘમાળ), ઉત્તમભાઈ ગરાસિયા (સા. કાર્યકર્તા), બિરજુભાઈ કોન્ટ્રાકટર, જયશ્રીબેન ભગત (આચાર્ય વલસાડ), જયેશભાઈ ગરાસિયા (ટીચર સોસાયટી પ્રમુખ ધરમપુર), કમલેશભાઈ માહલા (ઉપ પ્રમુખ શિક્ષક સંઘ ધરમપુર), કેતનભાઈ ગરાસિયા (મહામંત્રી શિક્ષક સંઘ ધરમપુર) ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રક્તદાતાઓને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી ટિફિન બોક્ષ, પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી ગરમ બ્લેંકેટ , મહેશભાઈ પટેલ તથા સરપંચ દિલીપભાઈ પટેલ તરફથી ફૂલછોડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રક્તદાતાઓ માટે ભોજનની વ્યવસ્થા શિક્ષક રાજેશભાઈ, મગનભાઈ, કમલેશભાઈ, મિત્યાંગભાઈ, વિવેકભાઈ, અમ્રતભાઈ પટેલ તરફથી તથા નાસ્તાની વ્યવસ્થા RAINBOW WARRIORS DHARAMPUR શિક્ષક મિત્રો તથા પ્રકાશભાઈ સુરતી તરફથી કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ, દિલીપભાઈ મહેશભાઈ, કમલેશભાઈ ઠાકોર માજી તા. પં. પ્રમુખ વલસાડ, જીતુભાઈ પરેરા, હિનલ પટેલ, ઉમેશ પટેલ મીત્યાંગ પટેલ , નિર્જલ પટેલ, ડૉ.વિરેન્દ્ર ગરાસિયા, જીજ્ઞેશ પટેલ અંકિત પટેલ, જીતુ ચાવડા, રજનીકાંત પટેલ , જયેશ પવાર, મિતેષ પટેલ, નીતિન પટેલ, મનોજ ચૌધરી, વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન RAINBOW WARRIORS DHARAMPUR ના સભ્યો , ગ્રામ પંચાયત દુલસાડના સભ્યો તથા RAINBOW WARRIORS DHARAMPUR ગ્રુપના કો. ઓર્ડીનેટર આવધા પ્રા. શાળાના શિક્ષક શંકર પટેલે કર્યું હતું.

આવો આદિવાસી સમાજના ઉત્થાનમાં સહયોગ આપીએ

પ્રાસંગિક તસ્વીરો

How can we help you?

Contact us at the Consulting WP office nearest to you or submit a business inquiry online.